SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કળા એટલે શું? નહિ, પરંતુ પોતાની હયાતીમાત્રથી તે સાચા વિજ્ઞાનને ઘટતું સ્થાન પોતે પચાવી પડે છે. તેથી જે નુકસાન થાય છે તે આ :- જીવનના સૌથી મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરવા જવા માટે, દરેક માણસે પહેલાં આ બધાં જૂઠાણાનાં કોટડાં, – કે જે માનાથી દરેક મહવના જીવનપ્રશ્નની આસપાસ ખડકાયે ગયાં છે અને સમગ્ર માનવ-બુદ્ધિનું ચાતુર્ય વાપરીને જેમને ટટારી રાખવામાં આવે છે, તેમને બધાંને તોડવાં પડે છે. વિજ્ઞાનને બીજો ભાગ -કે જેને માટે આધુનિક વિજ્ઞાન ખાસ ગર્વ ધરાવે છે અને ઘણા લોક જેને એકમાત્ર ખરું વિજ્ઞાન ગણે છે, તે વ્યવહાર-વિજ્ઞાન એટલા માટે નુકસાનકારક છે કે, ખરેખરા મહત્ત્વના વિષયો પરથી ધ્યાન ચળાવી નજીવા વિષયો પર તે લઈ જાય છે; અને તે સીધું જે નુકસાન કરે છે તે એ છે કે, પહેલે વિજ્ઞાન-વિભાગ જે ખરાબ સમાજ-વ્યવસ્થાને વાજબી બતાવે છે ને ટેકો આપે છે તેના છત્ર તળે, વિજ્ઞાને કરેલી મોટા ભાગની વ્યવહારોપયોગી પ્રસિદ્ધિ મનુષ્યજાતના લાભમાં નહિ પણ નુકસાનમાં વપરાય છે. ખરેખર, ભૌતિક વિજ્ઞાનમાં થયેલી બધી શોધો, તેના આવા અભ્યાસમાં આયુષ્ય અર્પનારા લોકોને જ માત્ર અતિ મહત્ત્વની ને ઉપયોગી લાગે છે. અને તે પણ પોતાની આસપાસ તે જોતા નથી, તથા શું ખરેખર મહત્વનું છે તે ભાળતા નથી, ત્યારે જ તેવું દેખાય છે. તેઓ માત્ર એટલું કરે કે, પોતાના અભ્યાસની બાબતો તેઓ પોતાના જે માનસિક સૂક્ષ્મદર્શક યંત્રથી તપાસે છે તેનાથી દૂર ખસે, ને પોતાની આસપાસ જુએ તો તેમને તરત દેખાય છે, જે બધી બાબતો તેમને ભેળપણભર્યો ગર્વ ધરાવતા બનાવે છે તે બધાનું જ્ઞાન, પેલા જ્ઞાનની સરખામણીમાં,– કે જે જ્ઞાનને તેમણે એક બાજુએ ફેંકી દીધું છે, અને ધર્મતત્ત્વવિદ્યા, ધારાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નાણાં શાસ્ત્ર વગેરેના અધ્યાપકોને તેની વિકૃતિઓ કરવાને માટે સેપી દીધું છે, – તે કેવું નજીવું છે. તેમનું જ્ઞાન એટલે તો “n-ડાઇમેશનની ભૂમિતિ, આકાશગંગાના વર્ણપટનું પૃથક્કરણ, અણુ-પરમાણુના આકારો, પથ્થરયુગનાં માણસોની ખોપરીઓનાં માપ, અને એમને મળતી નજીવી
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy