SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કડવું છતાં સાચું ત્યારે આ છેઃ ૧૨૯ વસ્તુને કે પ્રત્યક્ષ જીવનમાં જે ચીજો પોતે વધારે સારી જુએ છે તેમને રજૂ કરતાં ચિત્રો જોવાની લોકો પોતાની ફરજ સમજે છે અને સૌથી મોટું તો એ કે, તેઓ એમ માને છે કે, આ બધું કલા છે એમ કલ્પી તે બધાથી રાજીના રેડ થવું એ પોતાને માટે ફરજિયાત છે. પણ તે જ વખતે તેઓ ખરી ક્લાકૃતિઓને, – ધ્યાન વગર એટલું જ નહિ પણ ધિક્કારથી, – પસાર કરી જશે, અને તે માત્ર એટલો જ કારણસર કે, તેમના મંડળમાં આ કૃતિઓ કલાકૃતિની યાદીમાં નથી લેવાઈ. થોડા દહાડા ઉપર હું ફરીને ઘેર પાછો ફરતો હતો. કોક વાર બને છે તેમ, તે વખતે જરા ખિન્નતા કે વિષાદ મારા મનમાં હતું. ઘર પાસે આવતાં ખેડૂતોની એક મોટી મંડળીનું બુલંદ સંગીત મારે કાને પડ્યું. મારી દીકરી તેના લગ્ન બાદ પહેલવારકી પિયેર આવી હતી, તેને તેઓ આવકાર આપતી હતી. કિલકારીઓ અને દાતરડાંના ખણખણાટ સાથેના આ તેમના સંગીતનો આનંદ, ખુશમિજાજી, અને જોમની એવી તો ચોક્સ લાગણી વ્યક્ત થતી હતી કે, શી રીતે તેણે મને ચેપ્યો એ ખબર ન પડી ને ઘર ભણી જતાં જતાં રસ્તામાં જ મારી મનોદશા સુધરી ગઈ ને ઘેર હસતો ને પ્રસન્ન થઈને હું પહોંચ્યો. હવે તે જ દિવસે રાતે, મને મળવા આવેલ ભાઈએ એક બિથોવનનું એક ગીત (“ઓપસ ૧૦૧')* જ અહીં આ ગળ ૯èય આ ગીત વિષે પોતાની કદર અંગે ચેખવટ કરે છે, તે નીચે ટીપમાં ઉતારવું ઠીક થશે : “કઈ કદાચ બિવનની આ ચીજ વિષે મારે મત તેની મારી નાસમજ ણને આભારી માને, તો તેવાને માટે મારે કહેવું જોઈએ કે, સ્વભાવે હું સંગીતથી ઝટ ને ઝાઝી અસર પામું એવો છું, એટલે બિવનની તે તથા તેના છેલ્લા સમયની બીજી ચીજો, બીજા લોક પેઠે, હુંય બરોબર સમજું છું. બિથોવનના છેલ્લા કાળની કૃતિઓને વસ્તુ-વિષયે ઢંગધડા વગરની નરી બનાવટે જેવા છે; તેમને માણવામાં, લાંબા સમય સુધી, હું ગુલતાન થયા કરતે હતો. પરંતુ મારે તે ગંભીરતાથી કલાને જ વિચાર કરવાનો થયો. તે સારુ મારે બિાવનની પાછલી કૃતિઓની છાપ સાથે બીજાઓની કૃતિઓ સરખાવવી જોઈએ, તેમાં મેં બિવનની પૂર્વ કૃતિઓ પણ જોઈ. આમ કરતાં મને ફેર જણ, અને કૃત્રિમ રીતે મેં મારામાં બિવનની પાછળની ક-૯
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy