SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કલાભાસને આબાદ નમૂને ત્યાંથી એમ માનતા ચાલ્યા જાય છે કે, આ મૂર્ખતાને માન આપવાથી પિતાને આગળ વધેલા ને શાની માનવાનો વળી નવો હક મળે છે! આ મેં મોસ્કોના લેકની વાત કરી. પણ તે કેટલા અલ્પ? તે નાટકને જનારાઓનો માત્ર સામે જ ભાગ ! આ નાટક પહેલું ભજવાયું ત્યારે પોતાને ભારે સંસ્કારી માનતા લોકો દુનિયાને છેડેથી તે ગામ એકઠા થયા, અને માનો કે માથા દીઠ દરેકે ૧૦૦ પાઉન્ડ એ જોવા પાછળ ખર્ચા, અને આ મૂર્ખતાભર્યા કચરાને જોવા-સાંભળવા લાગલગાટ ચાર દિવસ રોજ છ છ ક્લાક આસન માંડીને બેઠા ! પણ આ લોકો શું કામ ગયા? હજી શું કામ જાય છે? અને તેને વખાણે છે કેમ? સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊઠે છે – વૅગ્નરની કૃતિઓની સફળતાનું કારણ શું ? આ સફળતાનું કારણ મારા મનમાં હું આમ ગોઠવું છું– વૈશ્નર પાસે એક રાજાના જેટલી સમૃદ્ધિ હાજર હતી; એ તેની ખાસ સ્થિતિને લઈને, નક્કી કળાની, લાંબા વાપરથી ઘડાઈને વિકસાવવામાં આવેલી બધી પદ્ધતિઓ તે અખતિયાર કરી શક્યો; અને ભારે શક્તિથી તેમને કામમાં લઈને તેણે નકલી કળાની નમૂનેદાર કૃતિ ઘડી. મેં જે આ કૃતિને દૃષ્ટાંત તરીકે પસંદ કરી તે આથી જ – મારી જાણના બીજા કોઈ નકલી કળાના નમૂનામાં, તેને સાધવાની અગાઉ મે ગણાવેલી બધી પદ્ધતિઓ (ઉછીનું લેવું, અસર પાડવી, ને રસિક કરવું) આટલી અનુકરણશક્તિથી ને જોરદાર રીતે એકસાથે ભેગી મળી નથી.* . લોકો કહે છે, “વૅરનું આ નાટક પહેલું બેઈરૂથમાં ભજવાયું તે જોયા વગર તમે તેનો ન્યાય ન કરી શકો: શું ઓર્ગેસ્ટ્રા-વાઘમંડળ આખું રંગભૂમિ નીચે દેખાય નહિ તેમ ત્યારે રાખેલું, અને શો ભજવણીને ઠાઠ પૂરેપૂરો સજાયો હતો !” એટલે કે, અહીં કળાનો પ્રશ્ન નથી, પણ કે અહીં આગળ છેડેલા ભાગમાં ટોલ્સ્ટોય એ અર પદ્ધતિના વૈશ્નરે પ્રસ્તુત કૃતિમાં કરેલા ઉપગના દાખલા આપે છે. –મ. . *
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy