SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કળા એટલે શું? ત્રીજી પદ્ધતિ બાહ્ય ઇંદ્રિયો પર, ઘણી વાર નરી સ્કૂલ કે ભૌતિક ક્રિયા દ્વારા, કામ કરે છે, આ પ્રકારના કામને “આશ્ચર્યકારક” “અસરકારક કહેવાય છે. બધા પ્રકારની કળામાં આ અસરો મુખ્યત્વે પરસ્પરવિરોધિતાનાં દ્વિદ્રોમાં રહેલી હોય છેપ્રચંડ અને કોમળ, સુંદર અને વિકરાળ, બુલંદ અને મંદ, અંધકાર અને પ્રકાશ, સાવ સામાન્ય અને અતિ અસામાન્ય આવાં આવાં એકાંતિક વિરોધનાં ઢંદ્રોને એકસાથે ભેગાં આણવાં. ભાષાની કળા-સાહિત્યકળામાં એકાંતિક તંદ્રોની આવી અસરો ઉપરાંત, પૂર્વે કદી નહિ વર્ણવાયેલી વસ્તુઓને વર્ણવવા દ્વારા સધાતી બીજી અસરો પણ હોય છે. આવી અસરોમાં, સામાન્ય રીતે, કામવાસના જગવતી વિષયભોગની અશ્લીલ વિગતો હોય છે, અથવા તરેરાટની લાગણીઓ જગવતી દુ:ખ સહન અને મરણની વિગતો હોય છે, જેમ કે, દાખલા તરીકે, ખૂન વર્ણવતી વખતે ઘાના ભાગોને, સોજાની જગાઓને, ગંધન, લોહીના જથા અને દેખાવનો વિગતવાર દાકતરી હેવાલ આપવો. ચિત્રકળામાંય આમ જ હોય છે. બીજી બધી જાતનાં એકાંતિક વિરોધી કેંદ્રો ઉપરાંત, એક નવું ઢંદ્ર એ વપરાતું થયું છે કે, એક વસ્તુને કાળજીભેર પૂર્ણતાથી આલેખવી અને બાકીની બધી વસ્તુઓ વિષે બેપરવા રહેવું. ચિત્રણમાં મુખ્ય અને સામાન્ય અસરો પ્રકાશની અને વિકરાળતા-દર્શનની હોય છે. આવાં દ્રો ઉપરાંત, નાટકકળામાં, સામાન્યમાં સામાન્ય અસરો નીચેની બાબતોથી સધાય છે – તેફાન, મેઘગર્જના, ચાંદની, દરિયાનાં કે દરિયાકિનારા પરનાં દૃશ્યો, પહેરવેશના પલટા, સ્ત્રી શરીરની નગ્નતા, ગાંડપણ, ખૂન અને મરણ. (મરતો માણસ મરણની પીડાની બધી બાજુઓ વિગતે બતાવે.) સંગીતમાં અતિરૂઢ બનેલી અસરો નીચેની છે: સાદામાં સાદા અને મંદ્રમાં મંદ્ર સ્વરોથી માંડીને આખા વાદ્યમંડળના બુલંદમાં બુલંદ અને મિશ્રમાં મિશ્ર સ્વરો વડે આખરી ધડાકો આણવા સુધી પહોંચવાની આરોહગતિ; વિવિધ વાદ્યો ઉપર અને બધાં જ સપ્તકોમાં એક જ સ્વરો વારંવાર કાઢવા; અથવા, સંગીત દ્વારા વ્યક્ત થતા વિચારપ્રવાહમાંથી લય તાલ સૂર અને સ્વરમેળ વગેરે સ્વાભાવિક
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy