SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ-કમળા કંત મનોહરૂ રે, ભેદી ભાવે તું ભગવંત રે માનું માનવ-ભવ સફળો સહી રે, પા... વંછિત સુખ અનંત રે -સુગુણ, (૩) દેવ દયાકર! ઠાકુર જો મિળ્યો રે, તો ફળ્યો સકળ મનોરથ આજ રે સેવક-સેવા આણી ચિત્તમાં રે, પૂરો મુજ મન-વંછિત કાજ રે -સુગુણા (૪) પ્રભુજી ! તુજ મનમાં સેવા થકી રે, હું વસું એ તો મોટી વાત રે પણ હું યાચું મુજ ચિત્તમાં રે, જિનજી ! વસજો દિન ને રાત રે –સુગુણ, (પ) પ્રભુજી ! તુજે ચરણાંબુજ સેવના રે, સફળી વરજો ભવભવ દેવ રે હોજો મુજ તુજ-શાસન-વાસના રે, વળી તુજ ચરણ-કમળની સેવ રે -સુગુણ. (૬) ચરમ-જિણેસર ભુવન-દિક્ષેસરૂ રે, પૂરજો સેવક વંછિત આશ રે જ્ઞાનવિજય બુધ-શિષ્ય ઈમ વીનવે, નયવિજય આણી મન ઉલ્લાસ રે -સુગુણ. (૭) ૧. પાપ માળ ૨. કેવળ જ્ઞાનની લક્ષ્મીના ધણી (૨૦)
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy