SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ T કર્તાઃ ઉપા. શ્રી યશોવિજયજી દુઃખ ટળિયાં મુખ દીઠે, મુજ સુખ ઉપનાં રે, ભેટ્યા-ભેટ્યા વીર-જિગંદરે, હવે મુજ મન-મંદિરમાં પ્રભુ, આવી વસો રે, પામું પામું પરમાનંદરે -દુ:ખ. (૧) પીઠબંધ' ઈહાં કીધો સમકિત વજનો રે, કાઢ્યો કાઢ્યો કચરો ને ભ્રાંતિરે, ઈમાં અતિ ઉંચા સોહે ચારિત્ર-ચંદરુઆરે, રૂડી રૂડી સંવરભાતિરે –દુ:ખ(૨) કર્મ વિવર ગોષિક ઈહાં મોતી ઝુંબણા રે, ઝૂલઈ ઝૂલઈ ધી-ગુણ આઠરે, બાર ભાવના પંચાલી અચરય કરે રે, કોરિ કોરિ કોરણી કાઢરે -દુઃખ(૩) ઈહાં આવી સમતા-રાણીયું પ્રભુ રમો રે–સારી સારી સ્થિરતા સેજરે, કિમ જઈ શકશ્યો એક વાર જો આવશો રે, રંજ્યા જ્યા હિયડાની હેજરે૦ –દુઃખ (૪) વયણ અરજ સુણી પ્રભુ મન-મંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભવન -ભાણરે, શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણેરે, તેણિ પામ્યા પામ્યા કોડિ-કલ્યાણરે –દુઃખ (૫) ૧. પાયો ૨. ચંદરવા ૩. ભરતકામ ૪. ગોખલા ૫. લટકતા ઝુમખા ૬. બુદ્ધિના ગુણ ૭. પુતળી ૮. આશ્ચર્ય ૯ શય્યા ૧૦. પ્રેમ. (૧૧)
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy