SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા શ્રી શુભવીરવિજયજી મ. (ચઉમાસી પારણું આવે રે) ચઉમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુલ જરી પથરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે.. ઉભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તોરણ બંધાવે, મેવા મિઠાઈ થાળ ભરાવે રે, મહાવીર પ્રભુ .....૨ અરિહાને દાન જ દીજે, દેતાં જે દેખીને રીઝે; અમાસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે, મહાવીર પ્રભુ........૩ જિનવરની સન્મુખ જાઉં, મુજ મંદિરીયે પધરાવું; પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે, મહાવીર પ્રભુ .......૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડીને સન્મુખ રહીશું; નમી વંદીને પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરશું રે, મહાવીર પ્રભુ .......૫ દયા દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજજનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે, મહાવીર પ્રભુ ......૬ એમ જીરણ શેઠ વંદતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમા ઠરતા, દેવદુંદુભિ નાદ સુર્ણતા રે, મહાવીર પ્રભુ .............૭
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy