________________
(પ૨૪) ચેડા મામાની સાતે સતી, હારી ભત્રીજીને બહેન તમારી નંદ; તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ. હા, ૧૦ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે, વળી સૂડામેના પોપટને ગજરાજ; સારસ કેયલ હંસ તીતર ને વળી મરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હા, ૧૧ છે છપ્પન કુમારી અમરી જળ કળશે નવરાવિયા, નંદન તમને અમને કેળી ઘરની માંહ; પુલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે, બહુ ચિરંજી આશીષ દીધી તેમને ત્યાં હા છે ૧૨ કે તમને મેરૂ ગિરિપર સુરપતિયે નવરાવિયા, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય, મુખડા ઉપર વારી કેટ કેટી ચંદ્રમા, વળી તન પર વારી ગ્રહ ગણને સમુદાય. હા ! ૧૩ છે નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજપર અંબાડી બેસાડી હોટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફળ નાગરવેલશું. સુખલડી લેશું, નિશાળીયાને કાજ. હા૫ ૧૪ મે નંદન નવલા મોટા થાશે ને પરણાવશું, વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખે સરખા વેવાઈ વેવાણું પધરાવશું, વર વહુ પિંખી લેશું જોઈ જોઈને દેદાર. હા, ૧૫ પીયર સાસર મહારા બેહુ પખ નંદન ઉજળા, મહારી કુખે આવ્યા તાત નેતા નંદ મહારે આંગણ વઠયા અમૃત દૂધે મેહુલા, મ્હારે આંગણ ફળિયા સુરતરૂ સુખના કંદ. હા, છે ૧૬ મે ઈણિપરે ગાયું માતા ત્રિશલા સુતનું હાલરું, જે કઈ ગાશે લેશે પુત્ર તણું સામ્રાજ. હા, છે ૧૭ છે