________________
છે અથ જ રાતિનિ સ્તવન રાગ મલહાર ચતુર ચેમાસુ પડિકમી એ દેશી છે
શાંતિ જિન એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે, શાંતિ સ્વરૂપ કેમ જાણિયે, કહે મન કેમ પરખાયરે. શાંતિ છે ૧. એ આંકણી ને ધન્ય તું આતમ જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભલે, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ| ૨ | ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ્થ સહે, પ્રથમ એ શાંતિ સેવરે. શાંતિ છે ૩આગમ ધર ગુરૂ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે. શાંતિ| ૪ | શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે, તામસી વૃત્તિ સવી પરિહરી, ભજે સાત્વિકી સાલ રે. શાંતિ૫ ફલ વિસંવાદ જેમાં નહિ, શબ્દ તે અર્થ સંબંધિ રે, સકલ નય વાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે. શાંતિ માદા વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેાધ રે, ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ આગમે બેધ રે, શાંતિ | ૭ | દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે; જેગ સામર્થ્ય ચિત્ત ભાવજે, ઘરે મુગતિ નિદાન રે, શાંતિ | ૮ | માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઈશે હોય તું જાણ રે, શાંતિ | ૯ | સર્વ જગ જતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ; મુકિત સંસાર બહુ સમ ગણે, મુણે ભવ જલનિધિ નાવરે, શાંતિ. ૧૦ છે આ