________________
૨૮૨
યોથી, ચક્રવતી દિન-રાત પુરવન્યઉદયથી પામી, ભગવે વેદનીય શાત. માનવપતિ. ૬ વીશ હજાર છે સોનારૂપાની, ખાણુ કહી મનગમતી, તેર સહસ છે નગરે. મોટા, ચોસઠ સહસ છે બંદી. માનવપતિ. ૭ સહસ નવાણું દ્રણમુખે છે, ખેટ સહસ છે સેલઃ સહસ વીશ કર્બટ ને મંડપ સહસ છપન્ન વેળા કુલ માનવ. ૮ અડતાળીશ સહસની સંખ્યા, પત્તનની નિજ કબજે; સહસ બત્રીસ નાટક છે જેના, નરપતિનું મન રજે. માનવપતિ, ૯ વાજીંત્રધારક ત્રણ લાખ દિપક -ધારી કલ્લા પંચા લાખ સંવાહ ગણના ચૌદ સહસની, લેક પ્રકાશની સાખ. માનવપતિ. ૧૦ ચિત્ર શ્રી વત્સનું ઉરમાં શેભે, ચેસઠ સજેને હાર, કલ્યાણ નામ છે ભોજન જેનું, ધન્ય ધન્ય ચકી અવતાર. માનવપતિ. ૧૧ આટલી ઋદ્ધિ છતાં નિલેપી, ગૃહસ્થ છતાં પણ ત્યાગી; મોહનીસેના પાછળ લાગી, તેય ન હુઆ સરાગી. માનવપતિ. ૧૨ એક સમે આદર્શ ભુવનમાં, અનિત્ય ભાવના ભાવે; ક્ષપકશ્રેણી આરોહણ કરતાં, કેળવશ્રી પ્રગટાવે. માનવપતિ. ૧૩ રાજર્ષિ ભરતજી શિવપુર જાવે, શાશ્વત સુખ જમાવે, સુરિનીતિને ઉદય નમે છે, બે કર જોડીને ભાવે. માનવપતિ. ૧૪