SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સકલ સમતા સુરલતાનો, તુંહી - શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ સકલ સમતા સુરલતાનો, તુંહી અનોપમ કંદ રે; તુંહી કૃપારસ કનકકુંભો, તુંહી જિણંદ મુણિંદ રે...(૧) પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી યુંહી ધરતા ધ્યાન રે; 'તુજ સ્વરૂપી જે થયા તેણે, લહ્યું તાહરું તાન રે. પ્રભુ.૨ તુંહી અલગો ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે; પાર ભવનો તેહ પામે, એહિ અચરીજ ઠામ રે, પ્રભુ.૩ જન્મ પાવન આજ મારો, નીરખીઓ તુજ નૂર રે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજુર રે. પ્રભુ.૪ એહ માહરો અખય આત્તમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ રે ? પ્રભુ.૫ એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે; એમ કહી તુંજ સહજ મીલત, હોય જ્ઞાનપ્રકાશ રે. પ્રભુ.૬ ધ્યાન ધ્યાતા ધ્યેય, એકીભાવ હોય એમ રે; ' એમ કરતાં સેવ્ય સેવક-ભાવ હોયે ક્ષેમ રે. પ્રભુ.૭ એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલ સૂરીંદ પ્રભુતા, હોય સુજસ જમાવ રે. પ્રભુ.. ૩૧૧
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy