________________
કર્તા : શ્રી પૂજ્ય મોહનવિજયજી મહારાજ - શાંતિનિણંદ મહારાજ-જગતગુરૂ ! શાંતિજિણંદ મહારાજ અચિરાનંદન ભવિમનરંજન, ગુણનિધિ ગરીબનિવાજ-જગત (૧) ગર્ભ થકી જિણે ઈતિ' નિવારી, હરષિત સુર નર કોડી. જનમ થયે ચોસઠ ઈંદ્રાદિક, પદ પ્રણમે કર જોડી – જગત (૨) મૃગલંછન ભવિક તુષ (દુઃખ) ગંજન કંચનવાન શરીર પંચમનાણી પંચમ ચક્રી, સોળસમો જિન ધીર-જગત (૩). રત્નજડિત ભૂષણ અતિસુંદર, આંગી અંગી ઉદાર
અતિ ઉછરંગ ભગતિ નૌતન ગતી, ઉપશમ રસ દાતાર – જગત ૦ (૪) કરૂણાનિધિ ભગવાન કૃપાકર, અનુભવ ઉદિત આવાસ રૂપ-વિબુધનો મોહન પભણે, દીજ જ્ઞાન-વિલાસ-જગતo (૫)
૧. ઉપદ્રવ ૨. નવી= ઉત્તમ ૩. ઊગ્યો ૪. મનરૂપ આવાસમાં
૧૭૯