________________
૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવના
કર્તા શ્રી પૂજ્ય માણેકમુનિ મહારાજ | વિમલનાથ-મુખ-ચંદલો રે, સોહે અભિનવ-ચંદ-મનડું મોહેજી . મોહે તે સુર-નર દેખીને રે, સારે મોહ્યા ઈન્દ્ર-નરિદ-દુખડું ખોહેyo...(૧) નહીં કલંક નહી ખીણતા રે, નહી રાહુ દુ:ખ-દંદ-મનડુંo I સકલ કંલાએ શોભતા રે, નહિ *વાસર હુંતી મંદ-દુ:ખ૦...(ર) વિમલ-પ્રભાએ વિશ્વનો રે, કરતો તિમિર-નિકંદ-મનડું૦ || ભવિજન-નયન-ચકોર ને રે, દેતો રતિ આનંદ-દુ:ખo...(૩) નયન અમી-રસ વરસતો રે, લસત સદા સુખકંદ-મનડું ! સબલ તાપન ઘન-કર્મનો રે, હરતો તેહનો ફંદ-દુઃખ૦(૪) ત્રિભુવન-ભાવ પ્રકાશતો રે, રમતો પરમાનંદ-મનડું | માણેકમુનિ કહે ભાવશું રે, પ્રણમું એહ નિણંદ-દુ:ખ૦...(૫)
૧. બધા ૨. દિવસ ૩. અંધારૂ ૪, નાશ
૧૪૭