SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનિષ્ઠ અખંડસેવાભાવી શ્રી ચીમનલાલ -વાડીલાલની ટૂંક જીવન રેખા. જ્યાંથી મોક્ષ માર્ગ અવિરત ચાલુ છે. તેવા ચૌદરજજુલેકના અસંખ્યાતભાગરૂપ માનવ ક્ષેત્રમાં પણ ત્રણ ભુવનમાં જેની સમાનતા ન મળે તેવા શત્રુંજયતીર્થને લલાટ રૂપ ધારણ કરતા, ભારતવર્ષનાં મનહર ગુજરાત પ્રદેશમાં એક અનોખું વ્યકિતત્વ ધરાવતું બંદર ખંભાત બંદર. જે ખંભાતને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, કુમારપાળ અને ઉદામહેતાની ઉચ્ચત્તમ જિનધર્મ વાસિત છાયા મળી હતી, જે ખંભાતમાં વસ્તુપાળ તેજપાળની વેપારી કલા અને શૌર્યકલા ભરેલી હતી. જે ખંભાતમાં નવાંગી ટીકાકાર અભયદેવ સૂરિજી મહારાજે “શ્રી જયતિહુયણ” સ્તોત્રથી પ્રગટ કરેલ સ્થંભન પાર્શ્વનાથને પ્રગટ પ્રભાવ અને અપૂર્વ ચમત્કારિતા હતી, વળી રાજીયા વાજીયા, મોતીશા શેઠ એમ અનેક ધનિક વેપારીઓના વાસરૂપ હતું, અને જેમાં વભદાસ કવિનું કવિવભર્યું હતું, - અર્વાચીન કાળમાં પણ જયાં સ્થાવરતીર્થરૂપ ૬૫ ગગનચુંબી જિનાલયો અને જંગમતીર્થ સ્વરૂપ શાસન સમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ અનેક આચાર્ય પુંગવોની અવારનવાર પધરામણ થતી હતી. વળી અર્વાચીન ખનિજ પદાર્થોથી પણ ખંભાત જગમશહુર બન્યું છે. એવા આ બંદરમાં વસ્તીની મધ્યમાં આવેલા ગંધકવાડાં નામના મહોલ્લામાં એક અતિ પ્રતિષ્ઠા-ધરાવતા શ્રી વીશાપોરવાડ જ્ઞાતીય વખતચંદ વીરચંદ- ના કુટુંબમાં જેમણે એક શુભ દિવસે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy