________________
પ્રકાશકીય નિવેદન શ્રી પંચ પરમેષ્ટિભ્યો નમઃ
જગતની અંદર દરેક પ્રાણીઓમાં નાની પુરૂષાએ માનવજીવન મહાન્ કીંમતી કહેલ છે, તે મેાજશાખ અને વિલાસની દ્રષ્ટિએ નહીં, પરંતુ ઉત્તરાત્તર આત્મવિકાસ સાધી પ્રભુની પ્રભુતા પ્રાપ્તકરી તન્મય થવા માટે જ છે, અને તે માટે પૂર્વ મહર્ષિઓએ જ્ઞાનયોગ, ક્રિયાચાગ અને ભક્તિયેાગ એમ મુખ્યત્વે ત્રણ માર્ગો બતાવ્યા છે, અને તેમાં પણ ભક્તિયોગ એ મહાનપ્રબલ સાધન કહેલ છે, અને તે ભક્તિચેોગની સાધનામાં સાધકાને પૂર્વના મહાપુરૂષોએ તે દશામાં આગળ વધવા માટે પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દિ અને મારવાડી વિગેરે અનેક જાતની ભાષાઓમાં અનેક પ્રકારની કૃતિએ બનાવી છે.
તેમાં પણ આજના યુગમાં સંસ્કૃત પ્રાકૃત ભાષાના અભ્યાસકે બહુ ઓછા પ્રમાણમાં હાવાથી માતૃભાષામાં રચેલ કૃતિ જ વધુ ઉપકારી નીવડી શકે એ નિર્વિવાદ છે, અને તેથી જ પરમેાપકારી આનન્દઘનજી, મહાપાધ્યાય શ્રી યશાવિજ્યજી, જ્ઞાનવમલસૂરીજી, પડિત વીરવિજ્યજી, જિનવિજ્યજી, પદ્મવિજ્યજી, લક્ષ્મીવિજ્યજી, માનવિજ્યજી, અને ઉડ્ડયરત્નજી વિગેરે પૂર્વ મએએ અને તેને અનુસરીને આજના મહાપુરૂષાએ પણ પૂજા સ્તવનેાસજઝાયા આધ્યાત્મિકપદે વગેરે અનેક પ્રકારની રચના કરેલી છે, અને આજ સુધીમાં તેવી કૃતિનાં અનેક પુસ્તકા ઋપાયેલ છે,
તદ્દનુસાર પ. પૂ. ૧૦૦૮ સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ વિ. વલભસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવતી પૂ. જયશ્રીજી મ.