________________
श्री-अजितनाथ स्वामीनुं स्तवन.
( રાગ આશાવરી ) મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલેરે, એ દેશી. પંથડો નિહાલુરે બીજા જિન તરે, અજિત અજિત ગુણધામ, જે તે જીત્યારે તેણે હું જીતી પુરૂષ કિશ્ય મુજ નામ, પંથડે. ૧ | ચરમ નયણે કરી મારગ જોવતેરે, ભુલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએરે, નયણુ તે દિવ્ય વિચાર પંથડે ૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતારે, અધધ પલાય; વસ્તુ વિચારે રે જે આગમે કરીને, ચરણ ધરણ નહીં ઠાય, પંથડે. ૩ વિચારે રે વાદ પરંપરા, પાર ન પહોંચે કાઈ, અભિમતે વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જગ જેય, પંથ, | ૪ વસ્તુ વિચારે છે, દિવ્ય નયણું તણેરે, વિરહ પડયો નિરધાર, તરતમ જેગેરે તરતમ વાસનાર, વાસિત બોધ આધાર, પંથ, ૫ | કાળ લબ્ધિ લહી પંથ નિહાલ રે, એ આશા અવિલંબ, એજત
રે જનજી જાણજોરે, આનંદવન મતઅંબ, પંથ ૬