________________
આસો ચૈત્રની સુદી સાતમથી, પુનમ લગે પરિમાણ. ભ૦ ૪ એમ એકાશી આંબલ બ્રિજે, વરસ સાડાચારનું માન. ભ૦ ૫. પડિકમણાં દોય ટંકનાં કીજે, પડિલેહણ બે વાર. ભટ ૬. દેવ વંદન ત્રણ ટકનાં કીજે, દેવ પૂજે ત્રણ કાલ. ભ૦ ૭ બાર આઠ છત્રીશ પચીસન, સતાવીસ સડસઠ સાર. ભ૦ ૮ એકાવન સીત્તેર પચાસને, કાઉસગ્ગ કરો સાવધાન, ભ૦ ૯ એક એક પદનું ગુણણું ગણુએ દેય હજાર. ભ૦ ૧૦ એણે વિધે છે એ તપ આરાધે, તે પામે ભવને પાર, ભ૦ ૧૧ કર જોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણીમાલ. ભ૦ ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ વાર.ભ૦૧૩
ર૫ પદ્મપ્રભુનું સ્તવન, પદ્મ પ્રભુ પ્રાણસે યારા, છોડાવો કર્મની ધારા. કરમ ફેદ તોડવા બેરી, પ્રભુજી છે અર્જ હમારી; પદ્મ પ્રભુ પ્રાણસે યારા, છોડાવો કર્મની ધારા. ૧ લઘુ વય એક છે જીહાં, મુક્તિમાં વાસ તમે કીયા; ન જાણી પીડ તે મોરી, પ્રભુ અબ ખેંચ લે દેરી. પદ્મ ૨ વિષય સુખ માની મનમેં, યો સબ કાલ ગફલતમેં નરક દુઃખ વેદના ભારી, નીકલવા ના રહી બારી. પ૦૩. પરવશ દીનતા કીની, પાપછી પોઠ શિર લીની; ' કે ' ' ભકિતનહી જાણ તુમકેરી, રહ્યો હું નિશદિન દુઃખ ઘેરી. ૫૦૪ દણ વિધ વિનતિ મોરી, કરું હું ય કર જોડી . આતમ આનંદ મુજ દેજે, વીરનું કાજ સબ કીજ. પદ્મ૦૫