SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રી પુનમની કથા. ચિત્રી પુનમના દેવવંદનના રચનાર ૫૦ દાનવિજયજી. આ મુનિરાજ વિજયરાજસૂરિજીના કાળમાં થયા છે. વિજય-- રાજસરિજી સં૦૧૭૦૩માં સીહીમાં આચાર્ય પદ પામ્યા છે. અને સં. ૧૭૪૨ ના અશાડ વદી ૧૩ ખંભાતમાં કાળ ધર્મ પામ્યા છે. તેથી દાનવિજયજી તે દરમિઆનમાં થએલા સંભવે છે. તેઓશ્રીએ બનાવેલા અષ્ટાપદ સ્તવનના અંત ભાગમાં જણાવ્યું છે કે સંવત ૧૭૫૬ માં બારેજામાં ચોમાસું રહીને આ સ્તવન બનાવ્યું છે. એજ સ્તવનમાં પોતે વિજયરાજરિના ચરણની સેવા કરનાર છે એમ જણાં છે. વળી સંવત ૧૭૭ર માં તેમણે બનાવેલ સપ્તભંગી ગર્ભિત વિરતવનમાં જણાવ્યું છે કે વિજયરાજસૂરીશ્વરના રાજયમાં ગુરૂ શ્રી તેજવિજયના ચરણ કમલની સેવા કરી દાનવિજય હર્ષિત થાય. છે. આ ઉપરથી તેઓના ગુરૂ શ્રી તેજવિજય છે. તેમજ તેમની કૃતિઓ સં. ૧૭૩૦થી સં.૧૭૭૬ સુધીની સંભવે છે, તેમની વિશેષ હકીકત મળતી નથી. ચૈત્રી પુનમની કથા. तीथराजं नमस्कृत्य, श्रीसिद्धाचलसंज्ञकम्। चैत्रशुक्लपूर्णिमायाः, व्याख्यानं क्रियते मया । १ ॥ • અથ–શ્રીસિદ્ધાચલ નામના તીર્થરાજને નમસ્કાર. કરીને ચિત્ર શુકલ (સુદી) પૂર્ણિમા-પૂનમનું વ્યાખ્યાન હું કરું છું. . સર્વ પૂનમની અંદર ચિત્રી પૂનમ ઘણુપુન્યને વધારનાર છે. કારણકે શ્રી સિદ્ધાચલ તીર્થને વિષે અનેક વિદ્યારે
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy