________________
૧૧૪
દેવવંદનમાલા
- ચૈત્યવંદન. કંથુનાથ કામિત દીયે, ગજપુરને રાય; સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ; કેવલ જ્ઞાનાદિક ગુણે, પ્રણમે ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાળી ઉત્તમ આયા પદ્મવિજય કહે પ્રમીયે, ભાવે શ્રી જિનરાય. ૩
પછી જંકિંચિ નમુક્કુણુંઅરિહંત ચેઇઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ પારી થાય કહેવી.
થાય. કુંથુ જિનનાથ, જે કરે છે સનાથ; તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહને તજે સાથ, બાવલ દીયે બાથ; તરે સુરનર સાથ, જે સુણે એક ગાથ.
શ્રી અરનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા’ સુધી જ્યવયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રી અરનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું. તે આ પ્રમાણે –