SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ દેવવંદનમાલા થાય. વિણ જસ માત, જેહના વિષ્ણુ તાત; પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત; કરી કર્મને ઘાત, પામીયા મોક્ષ સાત. શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન પછી “આભવમખંડા સુધી વીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રી વાસુપૂજય જિન આરાધનાર્થ ચંત્યવંદન કરૂં ? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે-- ચૈત્યવંદન. વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ, વાસુપૂજય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ મહિષ લંછન જિન બારમ, સિત્તેર ધનુષ પ્રમાણુ કાયા આયુ વરસ વલી, બોંતેર લાખ વખાણું. ૨ સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાયઃ તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. ૩ પછી અંકિંચિત્ર નમુત્થણે અરિહંત ચેઈઆણું અન્નત્થર કહી એક નવકારને કાઉસગ્ગ પારી થેય કહેવી.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy