________________
૭૦
દેવવંદનમાલા
અબ તુમ દર્શન દીઠું રત્ન, નિજ ઘરમાં રહી કરશું યત્ન, સ્વામી સેવીયે. ૨ દર્શનથી જે દર્શન થાય, તે આણંદ તે (તિ)જગત ન માય; સ્વામી સેવીયે; ભવ ભ્રમણાદિક દૂરે જાય, ભવ થિતિ ચિંતન અલ્પ ઠરાય; સ્વામી સેવીયે. ૩ તસ લક્ષણ પ્રગટે ઘટમાંહિ, વિશાલિક પ્રભુ તુઠો ઉછાહી; સ્વામી સેવીયે;
અમૃત લેશ લહે એક વાર, રોગ ફરી નહી અંગ મોઝાર; સ્વામી સેવીયે. ૪ દર્શન ફરશન હવે તાસ, સંવેદન દર્શનને નાશ; સ્વામી સેવીયે: પણ એ જાય પલાંદુ પાસ, તો મહ મહકે વાસ બરાસ; સ્વામી સેવીયે. ૫ દેવ કુદેવની સેવા કરંત, ન લહ્યું દર્શન શ્રી ભગવંત; સ્વામી સેવીયે; એક ચિત્ત નહિ એકની આશ, પગ પગ તે દુનિયાના દાસ; સ્વામી સેવીયે. ૬ વેશ ખાટ પરે ક્ષીણ કેઈ ઘાટ,
૧ ડુંગરી.