________________
२४८
હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિતિલકવિવેકરે નમો ૨૮ સમોસરણે પહોંચ્યા ભરતેસર, વંદી પ્રભુના પાયરે, ઇંદ્રાદિક સુર નર બહુ મિલિયા દેશના દે જિનરાય. ન. ૨૯ શત્રુજા સંધાધિપ યાત્રા ફળ, ભાખે શ્રી ભગવંતરે; તવ ભરતેસર કરેરે સજાઈ, જાણ લાભ અનંતરે નમે ૩૦
ઢાળ પાંચમી. કનક કમળ પગલાં હવે એ—એ રાગ.
રાગ-ધનાશ્રી મારૂણી. નયરી અયોધ્યાથી સંચર્યાએ, લેઈ લેઈ રિદ્ધિ અશેષ, ભરત નૃપ ભાવશું એ, શત્રુંજય યાત્રા રંગ ભરે એક આવે આ ઉલટ અંગ, ભરત નૃપ ભાવશું એ. ૩૧
આવે આવે ગામનો પુત્ર, વિમળગિરિ યાત્રાએ એ લાવે લોવે ચક્રવતીની રિ, ભ૦ મંડળીક મુગટ વહન ઘણુએ, બત્રીસ સહસ નરેશ. ભ૦
૩૨ ઢમઢમ બાજે છુંદણું એક લાખ ચોરાશી નિસાણ, ભટ લાખચોરાશી ગજ તૂરીએ, તેહના રત્ન જડિત પલાણ ભ૦ ૩૩
લાખ ચોરાશી રથ ભલાએ, વૃષભ ઘેરી સુકુમાળ; ભટ ચરણે ઍઝ સેના તણુએ, કેડે સેવન ઘૂઘરમાળ. ભ૦ ૩૪
બત્રીસ સહસ નાટક સહીએ, ત્રણ લાખ મંત્રી દક્ષ, ભ૦ ટીવીધરા પંચ લાખ કક્ષાએ,સોળ સહસ સેવા કરે યક્ષ.ભ૩૫
દશ કાડી આલંબ ધજારાએ, પાયફળનું કડ; ભ૦