SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામીને કેવલજ્ઞાન થયું વગેરેનું વર્ણન કર્યું છે. ૬ એકાદશ ગણધરના દેવવંદન—શ્રીજ્ઞાનવિમલ સૂરિએ બનાવ્યા છે તેમાં ચરમ તીથ પતિ શ્રીમહાવીર સ્વામીના ૧૧ ગણધરા સંબંધી હકીક્ત જણાવી છે. જ્ઞાન પંચમીના દેવવદન કારતક સુદ પાંચમે, ચે. માસીના કારતક સુદ ચૌકસે, ફ્રાગણ સુદ ચૌદસે તથા અષાઢ સુદ ચૌદસે એમ એક વર્ષીમાં ત્રણ વાર, મૌન એકાદશીના માગસર સુદી એકાદશીએ, ચૈત્રી પુનમના દેવ ચૈત્ર સુદ પુનમે તથા દીવાળોના દેવવંદન આસે વદ અમાસે ભણાવાય છે. આ દેવવંદન ઉપાશ્રયમાં સાધુ તથા શ્રાવક સમુદાયમાં તથા સાધ્વીએ અને શ્રાવિકાઓના સમુદાયમાં જણા વાય છે. આ વખતે વિવિધ રાગ રાગણીવાળા ધ્રુવવ`દન ક સાંભળતાં અપૂર્વ ભાવ જાગે છે,તેથી વિશુદ્ધ પરિણામવાળા જીવ કર્મનો નિર્જરા કરે છે. માટે દરેક જણે આ દેવવ દને ભણાવવામાં ઉદ્યમવાળા થવું જોઈએ. છેવટમાં આ પુસ્તકને શુદ્ધ કરવામાં તથા તેના પ્રા સુધારી આપવા માટે માસ્તર મંગળદાસ મનસુખરામના આભાર માનવામાં આવે છે. ટુંકાણમાં આ એકજ પુસ્તક અનેક પુસ્તકાની ગરજ સારે એવું છે. શુદ્ધિ તરફ ખાસ લક્ષ રાખવામાં આવ્યું છે. તે છતાં છદ્મસ્થ પણાથી, દૃષ્ટિઢાષથી મગર પ્રેસ દાષથી જે કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તે માટે મિચ્છામિ દુક્કડ સાથે સુધારીને વાંચવા ભલામણ છે.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy