________________
૨૮૩
એમ એકેદ્રિય જીવ, હણ્યા હણાવિયા, હર્ણતા જે અનુમોદિયા એ. આ ભવ પરભવ જેહ, વળીરે ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૭ કૃમિ-સરમિયા–કીડા, ગાડર-ગંડલા, ઈયલ–પિરા–અળસિયાં એ; વાળા-જળે-ચુડેલ, વિચલિત રસતણું, વળી અથાણાં પ્રમુખનાં એ. ૮ એમ બેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડ એ; ઉદેહી-જૂ-લીખ, માંકડ-મંડા, ચાંચડ–કીડી-કુંથુઆ એ. ૯ ગદહિઆં–ઘીમેલ, કાનખજુરડા, ગીગેડા-ધનેરિયાં એ; એમ તેઈદ્રિય જીવ જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૦ માખી-મચ્છર ડાંસ, મસા-પતંગિયાં, કંસારી– કલિયાવડા એ; ઢીંકણ-વીંછુ-તીડ, ભમરા ભમરીઓ; કેતાં–બગ-ખડમાંકડી એ. ૧૧ એમ ચૌરિંદ્રિય જીવ જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડે એ; જળમાં નાખી જાળ જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપિયા એ. ૧૨ પીડવાં પંખી જીવ, પાડી પાશમાં, પિપટ ઘાલ્યા પાંજરે એ; એમ પંચેંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડે એ. ૧૩
ઢાળ ત્રીજી (સુણ જિનવર શેત્રુજા ધણી છે. એ–દેશી.) ક્રોધ લેભ ભય હાસ્યથીજી, બોલ્યા વચન અસત્ય કૂટ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે
- જિનજી, મિચ્છામિ દુક્કડં આજ. તુમ સામે મહારાજ રે, જિનજી, દેહ સારુ કાજ રે.જિ. ૧ દેવ મનુષ્ય તિર્યંચનાંછ, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટ પણેજી, ઘણું વિડંખે દેહ રે. જિ. ૨