SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરભેદી જિનપૂજા રચા, નાટકકેરા ખેલ મચાવે, વિધિશું સ્નાત્ર ભણાવે આડંબરશું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમી જે પારણે સાહમિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે, પુણ્ય ભંડાર ભરીને શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જસવન્તસાગર ગુરુ ઉદાર, જિર્ણદસાગર જયકાર ૦૪ પુણ્યનું પોષણ પાપનું શેષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પધરે પધરાવે સ્વામી, નારી કહે શીશનામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢેલનિશાન વજડાજી, સદ્ગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણજી. ૧ પ્રથમ વખાણે ધર્મ સારથિપદ, બીજે સુપનાં ચારજી, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકાર; પાંચમે દીક્ષા છ શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે થિરાવલી સંભળાવી, પિયુડા પૂરે જગીરાજી. ૨ છઠ્ઠ–અઠ્ઠમ–અઠ્ઠાઈ કીજે, જિનવર શૈત્ય નમીત્તેજી, વરસી પડિઝમણું મુનિવંદન, સંઘ સકલ ખામીજે; આઠદિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજેજી, ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. ૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy