________________
શ્રી નમસ્કાર-મહામંત્રને અક્ષરદેહ
શ્રી નવકાર મહામંત્રમાં–
પદ-૯, સંપદાઓ-૮ અને અક્ષ-૬૮ છે. ગુરુ અક્ષર-૭ અને લઘુઅક્ષર-૬૧ છે. ગુરુ : જેના ઉપચારમાં જીભ પર જોર પડે લઘુ ઃ હળવા અક્ષરે.
સંપદા : અર્થનું વિશ્રામસ્થાન. જેનાથી સંગત રીતે અર્થ જુદો પડે તે.
નવકારમાં પ્રથમ સાત પદની સાત અને આઠમા-નવમા બે પદની એક એમ કુલ આઠ સંપદા.
શ્રી મહાનિશીથ સૂત્રમાં શ્રી નમસ્કાર મહામંત્રને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળો મહાશ્રુતસ્કંધ કહ્યો છે. શરૂના પાંચ પદ સ્વતંત્ર એકેક અધ્યયન રૂ૫ છે તથા છેલ્લા ચાર પદ ચૂલિકા ૨૫ છે અને તે લેક છંદમાં છે. શરૂના પાંચ પદના અક્ષર-૩૫ અને ચૂલિકાના ચાર પદના અક્ષર-૩૩ છે. જેના મનમાં શ્રી નવકાર તેને શું કરશે સંસાર ?
શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી ભાષિત ધમ મંગલ સ્વરૂપ છે અને લેકમાં ઉત્તમ છે.
શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મનું શરણ સ્વીકારું છું.
મંગલ જ્યોત પુસ્તિકાના આધારે (પુ. ૫. શ્રી અભયસાગરજી મ. સા.)