SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી શાન્તિનાથ જિન સ્તવન શાંતિ જિનેશ્વર સાહિબા રે શાંતિ તણું દાતાર અંતરજામી છો માહરા રે આતમના આધાર શાંતિ. ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ નયન ચાહે પ્રભુ નિરખવા રે ઘો દરિસણ મહારાજ શાંતિ. ૨ પલક ન વિસર મન થકી રે, જેમ મારા મન મેહ એક પખે કેમ રાખીએ રે, રાજ કપટને નેહ - શાંતિ. ૩ નેહ નજર નિહાળતા રે, વાધે બમણે વાન અખૂટ ખજાને પ્રભુ તાહરે રે દીજીએ વાંછિત દાન શાંતિ. ૪ આશ કરે જે કઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ સેવક જાણીને આપણે રે, દીજીએ તાસ વિલાસ શાંતિ. ૫ દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર કાજ સરે નિજ દાસનાં રે, એ હોટે ઉપકાર શાંતિ. એવું જાણીને જગધણી રે, દિલમાંહી ધરજે પ્યાર રૂપવિજ્ય કવિરાયને રે, મેહન જય જયકાર શાંતિ. ૭
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy