SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બે બેલ પરમ તારક જિનેશ્વર દેવના શાસનને પામેલા જીવો તે તારકનું આલંબન લઈ ભયાનક ભવસાગરને પણ શીઘ્રતાથી તરી જાય છે. પરમતારક પરમાત્મા સાથે જ્યારે મન એકાગ્રતાને પામે છે ત્યારે સાધક આત્મમાં અનેક ગુણનું પ્રગટીકરણ થાય છે યાવત સર્વદોષ મુક્ત બની શુદ્ધસ્વરૂપને પામે છે. મનની સ્થિરતા માટે પરમાત્મા ગુણે તથા તે તારકના જીવનના વિવિધ પ્રસંગો ગર્ભિત સ્તવનાદિ સાધકને અતિઉપકારક બને છે. અને આથી પૂર્વના મહાપુરુષોએ પિતાની આગવી કવિત્વશક્તિ દ્વારા રમૈત્યવંદન – સ્તવન – સ્તુતિ અને સજઝાય આદિ વિવિધ પદ્યકૃતિઓને વારસો આપી આપણા ઉપર મહાઉપકાર કર્યો છે. પ્રસ્તુત પ્રકાશનના મૂળરૂપ શ્રી ખુમચંદભાઈ બાલ્યવયથી ધર્મરંગથી રંગાયેલા છે. ચૈત્યવંદન-સ્તવનાદિ કંઠસ્થ કરેવાને તેમને પહેલેથી ભારે શેખ હતો. એટલું જ નહીં દ્રવ્યાનુયેગાદિ ગ્રંથના અભ્યાસની પણ એક તીવ્ર ઉત્કંઠા કે ઓફિસમાં બેઠા હોય તે પણ પોતાનું વાંચન કરતા રહે. આ રીતે પ્રકરણ–ભાષ્ય-કર્મગ્રન્થાદિનો અભ્યાસ પણ સુંદર કર્યો છે. તેમના હૃદયમાં એક ઈચ્છા જાગૃત થઈ કે પ્રાચીન સ્તવનાદિ નાના પુસ્તક રૂપે બહાર પડે તે અનેક જિનભક્તોને ભક્તિમાં સહાયરૂપ બને. આમ તેમની ભાવનાના ફળરૂપે પરમાત્માભક્તિ પ્રકાશ નામે આ પુસ્તકનું પ્રકાશન થયું છે. શ્રી ખુમચંદભાઈ જૈનસંઘની નાની-મેટી અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. પુણ્યોદયથી મળેલ લક્ષ્મીને સાતક્ષેત્રા
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy