SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવી તેને કાળજીપૂર્વક તપાસી અમદાવાદ છાપખાનામાં મોકલાવ્યાં અને જેમ બને તેમ તાકીદે તૈયાર કરવા ભલામણ પણ કરાઈ અને ઉપધાનને કારણે માગશર માસ સુધી ત્યાં રોકાવાનું થતાં તે વખતે જ માંડવી સંઘની માગણી થવા લાગી કે હવે પુસ્તક ક્યારે બહાર પડશે. શ્રી. શંભુલાલ જગશીભાઈએ બીજી આવૃત્તિ છપાવવાનું માથે લીધું પણ કેટલાંક કારણસર છાપવામાં વિલંબ થયો. છેવટે સં. ૨૦૧૫ના ભચાઉના ચાતુર્માસમાં ખૂબ ત્વરા જણાવી ત્યારે ઉત્તર મળ્યો કે હવે જલ્દી તૈયાર કરી આપીશું. આ બીજી આવૃત્તિમાં શરૂઆતમાં કચ્છ વાડદેશોદ્ધારક શાત્મૂતિ બાળબ્રહ્મચારી દાદા શ્રી જીતવિજયજી મહારાજ સાહેબનું જીવનચરિત્ર છે, ત્યારપછી પાન ૧ લાથી ૨૭ સુધી ચૈત્યવંદન, પાન ૨૮ થી પાન ૫૯ સુધી સ્તુતિઓ અને ત્યારબાદ પાન ૬૦ થી પાન ૧૫૧ સુધી સ્તવન સમુદાય અને તેની પશ્ચાત પાન ૧૫૪ થી પાન ૩૨૮ સુધી સજઝાયોને સમૂહ વગેરે આવેલ છે. અહીં પુસ્તકની સમાપ્તિ થતાં, કેટલીક વસ્તુ દાખલ કરવાની જરૂરી જણાતાં, પરિશિષ્ટ ૧લામાં પાન ૧ થી ૬૦ સુધી સ્તવને, પરિશિષ્ટ બીજામાં પાન ૬૧ થી ૧૦૭ સુધી સજઝાયો અને પરિશિષ્ટ ત્રીજામાં પાન ૧૦૮ થી ૧૩૨ સુધી કવિતા, દુહા, ગંદુલી વગેરે પ્રકીર્ણ આપવામાં આવ્યું છે. તેમજ જ્ઞાન રસિક શ્રાવક-શ્રાવિકાઓએ આ પુસ્તકમાં આર્થિક સહાય આપી છે તેમનાં નામ પણ આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ પુસ્તક બનાવવામાં આરાયપાદ ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિજયકનસૂરીશ્વરજી મહારાજ સાહેબે અધિક પ્રયાસ વેઠી અત્યંત ઉપકાર કર્યો છે જે આપણાથી કઈ રીતે ભૂલા ન જોઈએ. ઉપકાર બુદ્ધિવિષે ઝાઝું શું કહું. આ ચાલતા વર્તમાન સમયમાં ૭૮ વરસની વૃદ્ધાવસ્થામાં જો કે દેહબળ ઘટયું છે તે પણ આત્મબળથી બે મુનિઓ અને પચ્ચીશ જેટલાં સાધ્વીજીઓને ઉત્તરાધ્યયન તથા આચારંગાદિના યોગેહવહનની
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy