SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - તીર્થયાત્રા–તેઓશ્રીએ પોતાના વિહાર દરમ્યાન પોતાની દર્શનશુદ્ધિ માટે અનેક તીર્થોની યાત્રાઓ પણ કરી હતી. વિ. સં. ૧૯૪૧માં શ્રીકેસરિયાજી તીર્થની, તે પછી વિ. સં. ૧૯૪૨-૪૭નાં ચાર્તુમાસ મારવાડમાં સેજત અને પાલીમાં કરેલાં હેવાથી અનુમાન થાય છે કે શ્રી આબુજી તથા શ્રી રાણકપુરજી અને મારવાડનાં બીજા પણ અનેક નાનાં મોટાં તીર્થોની તેઓશ્રીએ સ્પર્શના કરી હશે. ઉપરાન્ત અનેક વાર શ્રી સિદ્ધાચલજીની, પ્રગટ પ્રભાવી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીની અને શ્રી ભદ્રેશ્વર તીર્થની યાત્રાઓ પણ તેઓશ્રીએ કરી હતી. તીર્થયાત્રાનું પવિત્ર વાતાવરણ સામાન્ય મનુષ્યના હૃદયને પણ ભક્તિભાવથી ભરી દે છે. તીર્થના આલંબનથી કર કર્મોની પણ નિર્જરા થઈ જાય છે. જેની છાયામાં અનેકાનેક આત્માઓ પાવન થઈ ગયા હોય તેવાં તારક તીર્થોની સ્પર્શના અને તે પણ આશાતનાઓને તજીને વિધિપૂર્વક કરવાથી તે આત્માના જીવનને પલટો કરાવી દે છે. આ લાભ પણ દાદાશ્રીએ પિતાના સંયમની રક્ષાનો યથાશક્ય ખ્યાલ રાખીને લેવાય તેટલે. લીધે હતે. તપશ્ચર્યા–તપશ્ચર્યા એ સાધુતાને શણગાર છે; બાહ્ય અભ્યતર તપ વિનાનું સાધુપણું વસ્ત્રાલંકાર વિનાના નગ્ન મનુષ્યની જેમ અનાદર પામે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ સ્વાધ્યાય કે ધ્યાન વગેરે અત્યંતર તપથી તેઓને આત્મા ઓતપ્રોત હતું, એ વાત તેઓના જીવનના દરેક પ્રસંગોથી જણાઈ આવે છે. સંભળાય છે કે તેમનાથી છદ્મસ્થતાના ગે કદાચ કોઈ કીડી વગેરે જીવની વિરાધના થતી તે તેઓશ્રી તેનું પ્રાયશ્ચિત્ત બીજે દિવસે જ કરી લેતા. જેને પિતાના આત્માની પવિત્રતા સાધવી હોય તેનું જીવન આવું કાળજીવાળું હોય તે સંભવિત છે. અગ્નિકાયના ઉદ્યોતને વિષમ પ્રસંગે પણ ઉપયોગ નહિ કરતા, એમ દરેક પ્રસંગમાં તેઓની આચારપ્રિયતા આગળ રહેતી, ઉપરાંત બાહ્ય તપમાં પણ તેઓને સારે આદર હતું. દર મહિને કાયમી છ ઉપવાસ અને પ્રતિદિન એકાસણું કરતા. માંદગીના પ્રસંગે પણ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy