SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ઢાળ પહેલી [ભવિકા, સિદ્ધચક્રપદ વદ-એ દેશી ] જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર એહ તણા ઈહભવ પરભવના, આલઈએ અતિચાર રે, પ્રાણું, જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણ રે.૦ ૧ ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુમાન સૂત્ર અર્થ તદુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. ૨ જ્ઞાનેપકરણ પાટી પિથી, ઠવણ નકારવાળી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિના સંભાળી રે. પ્રા. ૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ, આ ભવ પરભવ વળી ભવભવ,મિચ્છામિ દુક્કડં તેહ રે; પ્રાણી, સમકિત લ્યો શુદ્ધ જાણી. પ્રા. ૪ જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુત નિંદા પરિહર, ફળ સદેહ મ રાખે છે. પ્રા. ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ, સાહમ્મીને ધર્મે કરી થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રેપ્રા. ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્ય દેવકે જે વિણસાડ્યો, વિણસંતે ઉવેખે રે. પ્રા. ૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રાણું, ચારિત્ર લ્યો ચિત્ત આણું મા ૮
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy