SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ લીધું છે. આપણે જાણીએ છીએ કે મોટા ભાગે સ્વદેશ છેડી પરદેશ જનારો માનવ ધનને મેળવી લાવે છે તેની સાથે ત્યાંથી એવા સંસ્કારોને પણ સાથે લઈ આવે છે કે જેના પ્રતાપે તેના કુલાચારો કે ધર્માચારને વિદાય લેવી પડે છે. અલબત્ત ! આમાં એકાત નથી, “દષ્ટિ તેવી સૃષ્ટિ ” એ ન્યાયે યંત્રવાદથી લાભો પણ હશે, તે પણ એટલું ચોક્કસ છે કે આત્મહિતની દષ્ટિએ લાભ કરતાં હાનિ ઘણી જ મોટી છે. કાળબળે આવાં પરિવર્તન થયા જ કરે છે, તેને રોકી શકાતાં નથી, પણ તેમાંથી આત્માને બચાવી શકાય છે. તાત્પર્ય કે દાદાશ્રીએ કરેલી ભેટની જે શેષા આજે પણ ટકી રહી છે તેની રક્ષા કરીને નવપલ્લવિત કરવી તે દરેક આત્માર્થીનું કર્તવ્ય છે. ગુરુભકિત–આપણે જોઈ ગયા કે વિ. સં. ૧૯૨૫માં દીક્ષા થયા પછી સં. ૧૯૩૮ની અંતિમ અવસ્થા સુધી તેઓશ્રી ગુરમહારાજની સાથે જ રહ્યા અને યથાશક્ય સેવાથી પોતાના જીવનને અજવાળ્યું છે. આ પણ તેઓશ્રીની ઉત્તમતાનું પ્રતિક છે. મોટે ભાગે ઉત્તમ આત્માઓ પિતાના વડિલેને વિરહ સહન કરી શકતા નથી. સંગવશાત દૂર રહેવું પડે તે પણ તેઓ આત્માને તે ગુરુઓના ચરણે જ મૂકે છે અને ગુરુને પિતાના હૃદયમાં રાખે છે. આ એક વાસ્તવતા છે કે જેમ જેમ આત્મા યોગ્ય બનતો જાય તેમ તેમ તેનામાં લઘુતા ખીલતી જાય છે. અને તેથી જ તે ગુરુના વિરહને સહન કરી શકતો નથી. એક કવિએ કહ્યું છે કે રાજ્ય સિંહાસન પર આરૂઢ થયેલાની જેવી શેભા દેખાતી નથી તેવી ભા અંજલી જેડીને નત મસ્તકે વડિલેની સામે ઊભા રહેનારની દેખાય છે. અર્થાત્ ગુરુસેવા એ જીવનને સાચો શણગાર છે. નિશ્વ નયની અપેક્ષાએ તે નાવડી તારતી નથી પણ મનુષ્ય પોતાની બુદ્ધિથી તેના આધારથી તરે છે, તેમ અહીં પણ ગુરુ તારતા નથી, શિષ્ય સ્વયંગુરુ પ્રત્યેના પિતાના પૂજ્યભાવથી તરે છે. આ પૂજ્યભાવ પ્રગટ કરવા માટે નાવડીના આલંબનની જેમ ગુરુનું આલંબન લીધા વિના
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy