SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જેતાં તપ સાથે આ વિહારને આદર નિસ્પૃહતા વિના, પરિષહેને સામને કર્યા વિના કે અનુકૂળતાની ઉપેક્ષા કર્યા વિના થવો દુશક્ય છે. માંદગી જેવા પ્રસંગે સ્થાન પરિવર્તન કરીને પણ તેઓશ્રીએ નવકપી વિહારની મર્યાદાને અંત સુધી અખંડ સાચવી હતી એટલે સ્પષ્ટ છે કે તેઓનું જીવન નિઃસ્પૃહતાથી અને પરિષહમાં કે પ્રતિકૂળતામાં પણ સમતાથી સુશોભિત હતું. અને તેથી એમ કહી શકાય કે તેઓશ્રી ખરેખર ભેગી અને ખાખી જેવું જીવન જીવી ગયા છે. આથી જ પિતાના પરિચયમાં આવનાર અનેકાનેક આત્માઓને અનુપમ ઉપકાર કરી શક્યા છે. વિહાર કરીને માત્ર પિતાના જ ચારિત્રનું ઘડતર ઘડયું એમ નથી પણ અનેક જીવોને બ્રહ્મચારી, દેશવ્રતધારી અને સંયમધારી પણ બનાવ્યા છે, આ પણ તેઓને જીવનની એક મહત્ત્વપૂર્ણ આરાધના હેવાથી તેને અંગે પણ છેડે ખ્યાલ કરીએ. ઘમનું દાન–પિતાના ગુરુદેવ સાથે વિ. સં. ૧૯૩૨નું ચાતુર્માસ તેમણે પલાંસવામાં કર્યું ત્યારે ચૌદ તથા સોળ વર્ષની વયવાળી એમ બે કુમારિકાઓએ યાજજીવનું બ્રહ્મચર્યવ્રત ઉચર્યું કે જે બન્ને પાછળથી વિ. સં. ૧૯૩૮માં સંયમને અંગીકાર કરી સાધ્વીજી શ્રી આણંદશ્રીજી તથા સાધ્વીજી શ્રીજ્ઞાનશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં હતાં. જેઓના પરિવારમાં આજે સૌથી પણ વધારે સંખ્યામાં સુશીલ સાધ્વીવર્ગ વિદ્યમાન છે. તે ઉપરાંત તે જ વર્ષમાં દરિયા હેમચંદ ખેતશીને બારવ્રત ઉચ્ચરાવી બે વર્ષ પછી ફતેહગઢમાં જાવજીવનું બ્રહ્મચર્યવ્રત આપ્યું હતું. સં. ૧૯૩૫થી ૩૮ સુધી પલાંસવામાં રહીને પણ અનેક આત્માઓને જાવ જીવ સુધીના બ્રહ્મચારી તથા દેશવ્રતધારી બનાવ્યા હતા. ઉપરાંત સં. ૧૯૩૯માં રાધનપુરમાં, સં. ૧૯૬૦ અને સં. ૧૯૬૧માં આડીસરમાં એમ અનેક સ્થળોમાં અનેક આત્માઓને બ્રહ્મચર્યવ્રત આપ્યું હતું. સમયનાં બળ–યુગ યુગની દૃષ્ટિ નિરાળી હોય છે એમ આપણને ઇતિહાસ જણાવે છે. તેઓશ્રીને યુગ વર્તમાન યુગ કરતાં જુદી દષ્ટિ ધરાવતો હતે, ધનવાને કરતાંય ધર્માત્માઓ તે કાળે મહાન
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy