SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પ્રગટ છે, તથાપિ શ્રીજિનેશ્વર દેવોએ જણાવેલા કર્મસિદ્ધાતમાં જેને શ્રદ્ધા છે, તે આત્મા સંકટમાં મુઝાવાને બદલે સાત્વિક બને છે, સંકટને જીતી લેવા પૂજ્ય પુરુષોના જીવનનું આલંબન લઈ ધૈર્ય અને સ્વૈર્ય કેળવે છે, અને જીવનની પવિત્રતાને અખંડ રાખી તેમાંથી પાર ઊતરે છે–વધારે લાયક બને છે. શ્રી યમલ્લ માટે પણ તેમજ બન્યું. જ્યારે અનેકવિધ ઉપાયો કરવા છતાંય નેત્રોમાં સુધારો ન થયો ત્યારે તેમણે કર્મની વિષમતાને પીછાની લીધી અને સમજી લીધું કે પૂર્વકાળે મળેલાં તેને દુર કર્યા વિના આવું દુષ્ટ કર્મ બંધાય નહિ. તેને ટાળવું હેય તે નેત્રોને સદુપયોગ કરવાથી જ ટળે અને નેત્રોને તે સદુપયોગ ધર્મથી જ થઈ શકે. એથી તેમણે સંકલ્પ કરી લીધો કે “જે નેત્રો સાર થાય તો સાધુપણું અંગીકાર કરવું.' શ્રદ્ધાને અચિંત્ય મહિમા–ઉત્તમ આત્માઓના સંકલ્પનું બળ એવું અજબ હોય છે કે પ્રાયઃ સંક૯પ કરતાં જ તેઓનાં કાર્યો સિદ્ધ થઈ જાય છે. કારણ કે સંક-અધ્યવસાયે એ ભાવનારૂપ હોય છે અને અધ્યવસાયમાં-ભાવમાં કર્મોને સામને કરવાની અચિંત્ય શક્તિ રહેલી છે. આથી જ “ચરમ રાજર્ષિ ઉદાયનને દીક્ષાને સંકલ્પ (ભાવ) થતાં જ ભગવાન શ્રી મહાવીરદેવ ત્યાં આવી પહોંચ્યા હતા.” વગેરે શુદ્ધ સંકલ્પથી કાર્યસિદ્ધિ થયાનાં અનેક ઉદાહરણો જાણવા મળે છે. શ્રી જયમલ્લના સંકલ્પનું પણ પરિણામ એવું જ આવ્યું. જે રાત્રે તેમણે સંકલ્પ કર્યો, તેના પ્રભાતમાં નેત્રની પીડા ઓછી માલુમ પડી અને ચમત્કારિક ફાતિએ થોડા કાળમાં વિના ઔષધે તેઓનાં નેત્રો ની ગી અને સતેજ બની ગયાં. પ્રથમથી પિતે શ્રદ્ધાળુ તે હતા જ અને આ તાત્કાલિક ફળથી તેઓ અખૂટ શ્રદ્ધાળુ બન્યા. “પ્રતિજ્ઞાપાલન એ માનવતાને શણગાર છે.” એમ સજજનોને સમજાવવું પડતું નથી. તેઓએ નિશ્ચય કરી લીધું કે હવે સાધુ બનવા માટે ગ્ય તૈયારી કરી લેવી જોઈએ, એથી ધાર્મિક અભ્યાસ વધાર્યો, ગૃહસ્થજીવન પણ ધાર્મિકતાથી રંગી દીધું અને સાધુના માટે જીવનનું ઘડતર પડવા લાગ્યા.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy