SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંખેશ્વરની જાત્રા કરી, અમદાવાદ પધાર્યા. ત્યાં વર્ષીતપના પારણું માટે તેમના સંસારી સગાંવહાલાંઓ ખંભાતથી આવ્યા ને તેમને રડું લાવીને, સાત દિવસ રહીને, વર્ષીતપનું પારણું કરાવ્યું. આ નિમિતે અઠ્ઠાઈ ઓચ્છવ વગેરે ખુબ ધામધૂમ થઈ. ખંભાત નીવાસી તેમના સંસારી દિયરના પુત્ર ઠાકોરલાલ પ્રાણજીવને (૨૦૦ રૂપીઆ) સાધારણમાં વાપરવા આપીને લાભ સારી લીધું હતું. તે ચોમાસું ૧૯૭૯નું અમદાવાદ થયું ત્યાંથી. વિહાર કરીને ભેચણી પાનસરની જાત્રા કરી, વિરમગામ આવ્યા, ત્યાં ૧૯૮૦નું મારું થયું. ત્યાંથી વિહાર કરી ખંભાત પધાર્યા ને ૧૯૮૧ની રાલનું ચેમાસું ખંભાત થયું, અમદાવાદમાં મણીબેનની દીક્ષા થઈને રાજશ્રીજીના શિષ્યા મુક્તિ શ્રીજી તરીકે જાહેર કર્યા. તે ચોમાસું પૂર્ણ થતાં રાજશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યાંથી વિહાર કરી ઉનાવા પધાર્યા. ત્યાં અને સાધ્વીઓની વડી દીક્ષા થઈ. ત્યાંથી વિહાર કરી પાટણ થઈ અમદાવાદ આવ્યાને ૧૯૮૨ને ૧૯૮૩નું માસું અમદાવાદ થયું. ત્યાંથી વિહાર કરી ખંભાત પધાર્યા ને પ્રીતિશ્રીજીની તબિયત બગડવાથી ૧૯૮૪-૮૫-૮૬નું માસાં ખંભાત થયાં. ૧૯૮૭નું ચોમાસું વિરમગામ અને ૧૯૮૮નું ચોમાસું અમદાવાદ થયું. ત્યાંથી વિચરીને પાછા ૧૯૮નું ચોમાસું અમદાવાદ થયું. બાદમાં ખંભાતવાળા શેઠ ઝવેરી દલપતભાઈની પુત્રવધુને દીક્ષાની ભાવના થવાથી ચંદન શ્રીજી
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy