________________
૨૧૧ ઉતારે ભવપાર; લબ્ધિ વિજય ગુણ ગાવે, કરે ધર્મના કામ. મુરખ. ૭.
મરવા ટાણેની સઝાય હાંરે સુણે સાહેલી, કહું એક હૃદયની વાત, જરૂર જીવને, મરવું સાચું, સાથે ન લીધું ભાતું, મરવા ટાણે રે મારાથી કેમ મરશે કેમ મરશે શી ગતિ થાશે, વિપત્તિ કેમ વિઠાશે.
મરવા. ૧ સાસુને સંતાપ્યાં રે નદીને કાઈ ન આપ્યું; હાથમાં તે કરવત લઈને રે, મુળ પિતાનું કાપ્યું.
મરવા ટાણે. ૨ બે બાળકડાં રે બાઈ મારે છે. લાકડાં અંત સમયે અળગાં;
રહેશે પિતાના કેમ કહેવાશે. મરવા. ૩ ભર્યોને ભાદરો રે આ ઘર કેના કહેવાશે, મરવાની તે ઢીલ જ નથી રે, આ ઘરકોને સંપાશે.
મરવા૦ ૪ પરાધીન થઈને રે, પથારીમાં પડશે, હતું ત્યારે હાથે ન દીધું હવે શી ગતિ થાશે મરવા ૫ શ્વાસ ચઢસે રે, ધબકે આંખ ઉઘડશે. અહીંથી તે ઉઠાતું નથી ભુખ્યા કેમ ચલાશે મરવા. ૬ જમદુત આવશે રે, અગ્નિના ભડકા બળશે; ઝાઝા દુઃખની વાળા ચઢશે, ડચકાં કેમ લેવાશે. મરવા. ૭