SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ આશક્ત થઈ સંસારમાંને, ધર્મ ધ્યાન ધર્યો નહી, ઉત્તમ નર ભાવ પૂર્વ પુર્વે, પામીને હાર્યો સહી; આવી સામગ્રી નહિ મલે વારંવાર. શાણા ૧૦ જે મેહમાં મુંઝાઈને, પરમાર્થને નહિ જાણશે, તે જીવ આ સંસાર કારા-ગારમાં દુઃખ પામશે; તેથી પુણ્યશાળી તમે કરજે વિચાર. શાણ૦ ૧૧ ઉત્તમ નરભવ જન્મ પામી, શ્રીજિન આણ આરાધજે, શુદ્ધ ભાવે દાન શીલ તપ, સંયમ ધર્મને સાધજે; જેથી છૂટે આ દુઃખદાયી સંસાર. શાણા ૧૨ શ્રી પાર્શ્વચન્દ્રસૂરીંદ્ર સદૂગુરુ, સહજરાજેશ્વર ભજે, ઉત્તમ નર ભવ જીદગીને, જૈન ધર્મ ભવ ભવ સજે; થજે સંસાર સાગર સુખે તરનાર. શાણા૧૩ જીવને શિખામણની સઝાય (ચેતના રાણી રાયજીને વીનવે–એ દેશી.) આતમ ચિન્તારે કરજે જીવડા, ઉત્તમ નરભાવ પાય; ધર્મની કરણરે મન ધરજે સદા, એ છે મોક્ષ ઉપાય. આ૦ ૧ અનાદિકાલથી ભવ અટવી રુ, દુઃખ સહ્યા રે અનન્ત, નરક વિગેરે જીવ તે એકલે, કહે જ્ઞાની ગુરુ સન્ત. આ૦ ૨ અવસર પામીરે ધર્મની ચિન્તના, કરજે મન વચ કોય; દેષ રહિતને દેવ તું માનજે, શુદ્ધ ભ્રામક ગુરુરાય. આ૦ ૩
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy