________________
દેવાધિ દેવા ચરણ સેવા, નિત્ય મેવા આપીયે, નિજ દાસ જાણી, દયા આણ, આપ સમેવડ થાપી.
(૫) પંચમ કાળે પામ દુર્લભ પ્રભુ દેદાર તેપણ તારા નામને, છે માટે આધાર.
જે પ્રભુના અવતારથી અવનિમાં, શાંતિ બધે ચાપતી, જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી, દષ્ટિ દુખે કાપતી; જે પ્રભુએ ભરયૌવને વ્રતગ્રહી, ત્યાગી બધી અંગના, તે તારક જન દેવના ચરણમાં હાજે સદા વંદના.
. (૭) શું કર્મ કેરો દેષ આ, અથવા શું મારે દેષ છે, નથી ભવ્યતા મારી અરે, હત કાલને શું દેષ છે, અથવા શું મારી ભક્તિ નિશ્ચલ, આપમાં શું થઈ નથી, જેથી પરમપદ માગતા પ્રભુ દાસને દેતા નથી.
ભયથી બનેલે ગાભર, હું ચઉદિશાએ રખડતે, આધારથી અલગ થયેલે, આપ વિના દુઃખ પામતે, ધારક અનંતા વીર્યના, દેનારા ટેકો જગતને, હે નાથ ભવ અટવી ઉતારી, કર હવે નિર્ભય મને.