SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ થાય એ તેઓ સમજતાં હતાં. અને પ્રત્યેક ભવમાં એને એગ આત્માને દુર્લભ હેવાથી એ વિષયમાં સારે આદર ધરાવતાં હતાં. પુણ્ય પ્રકર્ષ અદ્દભૂત હતે. શ્રીમતે અને સત્તાધીશે પ્રત્યે પણ તેમના પુણ્યની છાયા પડતી. સર્વત્ર માન સન્માન પામતાં. વિના પ્રયને શાસને ઉદ્યોત થાય તેવે તેઓશ્રીને પુણ્યપ્રભાવ હતે. અતિ પરિચયમાં આવતાં આત્માઓ પણ અવજ્ઞાને બદલે આદર ધરાવતા બની સંઘના વિખવાદે દૂર કરી સંગઠ્ઠન સાધી શકતા હતાં. અને ગુરુભક્તિ તે સંસારનું એક દષ્ટાંત બની રહેશે. ગુરુ પ્રત્યેની એમની ભક્તિ અપૂર્વ હતી ! દરેક ચાતુર્માસ ગુરુની સાથે જ એ ગાળતાં. વરસમાં છ માસ બીજે વિહરતાં. પરંતુ ! સિથરતા–ચોમાસુ તે સાથે જ કરતાં. વેરાવળ તથા અમદાવાદ બસ બેજ ચોમાસાં એમણે જુદાં કરેલાં. પરંતુ ગુરુજીનાં કાળધર્મ પછી એ એકાકી બન્યાં. ગુરુની છાંય જતી રહી. ગુરુની ગેરહાજરી સાલી રહી, પણ અનિવાર્ય હતું એ બધું ! ગુરુમહારાજના વિરહની ઝાંખી કરાવતી નિસ્તેજ છાયા હોવા છતાં નવ નવ વર્ષની અપૂર્વ ગુરુભક્તિના સંતેષની છાયા લઈ ખંભાતથી વિહાર કરી એ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છાયામાં ગયા. બસ તીર્થરાજની યાત્રા હતી. એ આખરી વિહાર કરતાં કરતાં એ મહુવા આવ્યા. ચાતુર્માસમાં વ્યાખ્યાન વિ. શરૂ કર્યું. બુઝાતે - દીપક હંમેશાં ઝગારા મારે છે, વધુ પ્રકાશ આપે છે, અને છેવટે એ વિલાઈ જાય છે એ જ અપૂર્વ ઉત્સાહ ઉછળતે હતે.
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy