SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય એમ અભ્યાસ વધતું જ જાય છે. ૩૦ વરસ લગભગ આમ સાધનામાં ને અભ્યાસમાં વહી જાય છે. મનથી નક્કી કરી લીધું છે. બસ દીક્ષા લઈ આત્મકલ્યાણ કરી લઈશ. પરંતુ કુટુંબીજનેનાં અને તેમાં મુખ્યત્વે તેમના ઓરમાયા હોવા છતાં રસ્ય પુત્રથી પણ અધિક નટવરભાઈના મમત્વથી રજા નથી મળતી. છેવટે એક દિવસ પુણ્યને જાગે છે અને ભૂરીબેનને દિક્ષાની સંમતિ મળી જાય છે. સં. ૧૯૭૫ મહા સુદ ૧૪ ભૂરીબેન કવિકુલકીરિટ પૂ. આ. શ્રીમવિજય લબ્ધિસૂરીશ્વરજી મ. શ્રી ના વરદ હસ્તે દીક્ષિત બને છે–સંસારી મટી સાધ્વી બને છે. એ હવે ભૂરીબેન નથી, પ્રભાશ્રીજી છે. નાથાભાઈની પુત્રી નથી, શાસનસમ્રા પૂજ્યપાદાચાર્ય શ્રીમવિજય નેમિસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞવતી પૂજ્યપાદ સૌભાગ્યશ્રીજી મ. શ્રી ના પ્રશિષ્યા અને શ્રી ચંપાશ્રીજીનાં શિષ્યા છે. નવું જ જીવન હવે શરૂ થાય છે. ગુરુ એ અહીં માબાપ છે. અને અત્યંત ભક્તિથી, ખૂબ પ્રેમથી એ ગુરુબેનેની, ગુરુની બધાંની સેવા કરે છે. તેમની આમન્યામાં જ જીવન સમર્પિત કરે છે. સ્વાધ્યાય ફરી શરૂ થઈ જાય છે. આચાર્ય મહારાજ પાસેથી વાંચના લઈ એ ઉચ્ચ અભ્યાસ શરૂ કરે છે. ઉત્તરાધ્યચન-આચારાંગ-ઠાણગ-સમવાયાંગ-ભગવતી-જ્ઞાતાસૂત્ર-વિપાકસૂત્ર–આવશ્યક- દશવૈકાલિક–પન્નવણુજી--કમ્મપયડી--પંચસંગ્રહ એમ સૂત્રેસૂત્રોનું અધ્યયન કરે જ જાય છે. જ્ઞાનાભ્યાસની અતૂટ લગનથી એ વિદુષી બને છે. છતાંય પિતાની વિદ્યાનું ઘમંડ નથી
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy