________________
» નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમે નમઃ - આદર્શ જીવન
યાને
'
- સરલ સ્વભાવી સચ્ચારિત્રવંત સાધ્વીજી મહારાજશ્રી ચંપાશ્રીજી મહારાજને ટુક પરિચય
જન્મભૂમિ ચૌદ રજજુક પ્રમાણ કક્ષેત્રમાં મુઠ્ઠીભર માનવલક એટલે ૪૫ લાખ જન પ્રમાણ–અઢી દ્વીપપ્રમાણ ભૂમિના સત્ત્વભૂત આર્યક્ષેત્ર ભારતવર્ષ તેના રળીયામણા ગુજરાત પ્રદેશમાં સર્વ દેશોને કેન્દ્રભૂત-વેપાર અને વહાણવટએ માટેનું ધીકતું બંદર ખંભાત બંદર, - જે ખંભાત બંદરમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વર, કુમારપાલ મહારાજ અને ઉદામહેતાની ઉચ્ચતમ જિનધર્મવાસિત છાયા હતી.
જે ખંભાતમાં વસ્તુપાલ તેજપાલની વેપારી કલા અને શૌર્ય કલા ભરેલી હતી, જે ખંભાતમાં નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરીજી મહારાજે “જયતિયણ” તેત્રથી પ્રગટ કરેલ શ્રી સ્થભનપાર્શ્વનાથને પ્રગટ પ્રભાવ યાને અપૂર્વ ચમત્કારિતા હતી.