________________
પરમાત્માએ બાલ્યવયમાં જે પ્રૌઢવિચારણા અને સૂક્ષ્મબોધ આપ્યો છે તેવો જ અવિરોધપણે સૂક્ષ્મબોધ, વિસ્તારથી મુમુક્ષુભાઇઓના પત્રોનું સમાધાન કરતાં પ્રરુપ્યો છે. શ્રી વચનામૃતજી ગ્રંથનાં
આદિ, મધ્ય, અંતનાં કેટલાંક વાક્યોમાં તથા ભાવોમાં
કેટલીક સામ્યતા દેખાય છે. તેમાં ઊંડા ઊતરતાં આશ્ચર્યમગ્ન થવાય છે કે અહો ! જન્મજ્ઞાની ! નાની વયમાં પુષ્પમાળામાં ટૂંકાં વાક્યોમાં શ્રુતસાગર કેટલો વિસ્તારથી સમાવ્યો છે !
આ પ્રભુના ઘરની પ્રસાદી, તેના અભ્યાસીને માટે,
આત્મોન્નતિનાં ચાહક આપણને
શીઘ્ર પ્રશસ્ત ક્રમમાં દોરનાર થાઓ, યોજનાર થાઓ, એમ પરમાત્મા પ્રત્યે વિનવું છું.
વિ.સં. ૨૦૫૫
શ્રી સ્તંભતીર્થ, શ્રી સુબોધક પુસ્તકશાળા
નોંધ : આ પુસ્તકમાં અવતરણ ચિહ્નમાં મૂકેલાં વચનો શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતજી ગ્રંથમાંનાં છે.
.