SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજે નથી. સુયોજક કૃત્યો જેવાં કે ધર્માલય-વિદ્યાલય સ્થાપવા, યાત્રિકની ભોજનશાળા ખોલવી, દાનશાળા, પાંચને માટે થઈને ધર્મશાળા આદિ કૃત્યોમાં દોરાવું હોય અથવા સાતક્ષેત્રની યોજના કરવાની હોય; જેવાં કે મંદિર બંધાવવું, જિનમુદ્રાની પ્રતિષ્ઠા કરાવવી, મંદિરનો જીર્ણોદ્ધાર, જ્ઞાનશાળાઓ બંધાવવી, તીર્થોદ્ધાર, તીર્થરક્ષા, સંઘભક્તિ, પાંજરાપોળ-જીવદયાનાં કાર્યોથી આ આત્માનું પારલૌકિક શ્રેય રહ્યું છે માટે તેમાં જોડાવાનો મંગળ દિવસ આજે જ છે. કાલ પર રાખવાથી મનની ભાવના મનમાં રહી જાય. “ધારણા ધરી રહે છે.” “યોજેલી યોજના કે વિવેક હૃદયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે.” સુયોજક – તે કાર્યોની યોજના એવી હોય કે જે વડે અનેક જીવો ધર્મમાર્ગે દોરાય, ધર્મઉન્નતિ થાય. જ્યાં સુધી એ કૃત્યો ભવિષ્યમાં વિદ્યમાન રહે ત્યાં સુધી પરંપરાએ તેના વડે ભક્તિપૂજા, સત્સંગ-સ્વાધ્યાય આદિ ઉત્તમ કૃત્યો થતાં રહે, અનેક સાધર્મિક પોસાય તે ૭૩
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy