SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકે છે. સવિચાર અને અનિત્યાદિ બાર ભાવનાનું ચિંતન કરી શકે છે. તું ઇચ્છે તો થોડે અંશે પણ થાય. એ રીતે આજનો દિવસ પરતંત્રતાથી નકામો ન જતાં રમણીય થાય એમ કરજે. ૧૭ આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. આ કાળમાં ભારેકર્મી જવો છે ને તેને સત્કૃત્ય કરવું ચતું નથી. આ ભવ અને પરભવ બગડે, એવાં દુષ્કૃત્યો, પાપનાં કાર્યો કરવાં ગમે છે. તેને આટલી જ શિક્ષા દીધી કે તે વેળા તું મરણને સંભાર, કે મારે હમણાં જ મૃત્યુ આવી રહ્યું છે. આવાં દુષ્કર્મ કરીને હું ક્યાં જઈશ? અને પાપનાં ફળ, નરકાદિ ગતિમાં હું એકલો જ ભોગવીશ. માટે હે જીવ! આ દુષ્કૃત્યથી પાછો વળ. મરણને યાદ કરે તો ભય પામે, પાપ કરતાં અટકે, સુધરે ને સુખી થાય.
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy