SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી જૂઠાભાઈ આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ તે સર્વેના મનનું સમાધાન કરી, આ સંગતને ઈચ્છો.... તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશો. ધર્મધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે.” વ.૫૩ ચિ. - “જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક્ટ્રકારે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. એ મારી ઈચ્છના છે. શોચ ન કરો, યોગ્ય થઈ રહેશે, સત્સંગ શોધો, સપુરૂષની ભક્તિ કરો.” - વ.પ૯ “તમારી દેહ સંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઈચ્છાને હું રોકી શકતો નથી, પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહ-દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું, એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે; જિંદગીની સંભાળ રાખો..... તે પુરૂષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો... જ્ઞાની દશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.” શ્રી સત્યપરાયણ સાથેના પરમકૃપાળુદેવના પત્ર વ્યવહારમાં શ્રી સત્યપરાયણની ધર્મજિજ્ઞાસા, સની અભિલાષા જણાઈ આવે છે એટલે જ પરમ કૃપાળુદેવે તેમને ‘પ્રિય ભાઈ સત્યાભિલાષી” એ સંબોધનથી બોધન કર્યું છે – તમારી તત્ત્વ જિજ્ઞાસા માટે “સંતોષ થયો.” એ જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે શ્રી પ.કૃ.દેવે તેમના ઉચ્ચ અધિકાર અનુસાર સત્યપરાયણ પ્રત્યે જ્ઞાન પ્રવાહ ઉદારતાથી રેલાવ્યો છે. કૃપાળુદેવ તો આત્માનુભવી હતા. તેમને જગતના સમસ્ત જીવો પર સમાન કરૂણા જ હતી. પરંતુ આ સત્યપરાયણ તો માર્ગના આરાધક અને ધર્મની પાત્રતા પામેલ “માત્ર મોક્ષ અભિલાષ'ની લગનવાળા હતા તેથી સત્યપરાયણની સતુ સન્મુખતા હોવાને લીધે તેમના આત્મામાં, હૃદયની ભીતરમાં પ.કૃ.દેવના પ્રભાવની નહીં ભૂંસાય એવી
SR No.032182
Book TitleParam Mumukshu Juthabhai
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year2008
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy