SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ _ પૂ. શ્રી જૂઠાભાઈ ૧. પદ (રાગ : સંતને સંતને રે, જા શરણે) વ.૧૫ર પામશું પામશું પામશું રે, અમે કેવળજ્ઞાન હવે પામશું. આજના પ્રભાતથી નિરંજન દેવની, અદ્દભુત અનુગ્રહતા માનશું રે. અમે. ૧ મૂળપદનું અતિશય સ્મરણ થયું, સ્વરૂપ સિદ્ધિએ વિરમશું રે. અમે. ૨ “તુંહિ તુહિ” એકતાન થઈ રહ્યું, - પ્રેમ ખુમારીમાં મહાલશું રે. અમે. ૩ અપૂર્વ આનંદ વર્તી રહેલ છે, સર્વાર્થસિદ્ધિ સ્થાનશું રે. અમે. ૪ હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં, અખંડ નિવાસ મારો જાણ તું રે. અમે. પ મોક્ષ તો કેવળ નિકટ વર્તે છે, પરદ્રવ્ય માત્રને વામશું રે. અમે. ૬ આત્મધૂનના એકતાર પ્રવાહથી, હરિરસમાં રંગ જામશું રે. અમે. ૭ અસ્થિમિંજાને રોમ રોમ માંહી, એક જ રંગમાં રંગશું રે. અમે. ૮ જન્મ ધરવાની નિશ્ચલ પ્રતિજ્ઞા, ફરી સંસારે આત્મ ભાવશું રે. અમે. ૯ પૂર્ણ વીતરાગની ચરણરજ મસ્તકે, નિરંતર હો એમ ધ્યાવશું રે. અમે. ૧૦ - છાજિક૭
SR No.032182
Book TitleParam Mumukshu Juthabhai
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year2008
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy