SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ સંસારભણ દષ્ટિ કરજે. - સત્ શીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જે માન્ય. ન હોય તે અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. ચક્રવતી ભેગથી જેટલે રસ લે છે, તેટલે જ રસ ભૂંડ પણ, માની બેઠું છે. ચક્રવતીની જેટલી વૈભવની બહેનતા છે, તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જમ્યાં છે અને બંને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિક્તાથી, રેગથી જરાથી બને ગ્રાહિત છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર: ઉત્કૃષ્ટ ભૂમિ છે. પરનિંદા મુખથી નવિ કરે, નિજ નિંદા સુણું સમતા ધરે, કરે સહુ વિકથા પરિહાર, રેકે કર્મ આગમન-દ્વાર.” પિતાના મુખથી જેણે પરની નિંદાને ત્યાગ કર્યો છે. પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ ઈત્યાદિક સર્વ કથાને જેણે છેદ કર્યો છે. અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે. લેક લાજ નવિ ધરે લગાર એકચિત્ત પ્રભુથી પ્રીત ધાર. નહીં તે એક માત્ર સુંદર ચહેરે અને સુંદર વર્ણ (જડ પદાથનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કઈ પણ પ્રકારે વિસારીશ નહીં. સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો છેડો જ અવસર સંભવે છે. હે નાથ ! સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હતી તે વખતે સમ્મત કરત પણ જગતની મેહિની સમ્મત થતી નથી. - પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જે શાચ કરે છે તે. હવે એ પણ ધ્યાન રાખે કે નવાં બાંધતાં પરિણમે તેવાં તે બંધાતાં. નથી? જેટલા પિતાની પુદ્ગલિક મોટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે. “આત્માને ઓળખવો હોય તે આત્માના પરિચયી થવું. પર.. વસ્તુના ત્યાગી થવું. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે.
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy