SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આપેલી લમીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્રને ગ્રહણ કર્યું. મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાથે. ૪ પુંડરિક : કુંડરિકના મુખપટી ઈત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરૂ કને જવું, અને ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવાં. આણવાણે ચરણે પરવરતાં પગમાં કકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તેપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થ સિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુઝ આયુષ્ય દેવરૂપે ઊપઃ આશ્રવથી શી કુંડરિકની દુઃખ દશા અને સખ્તરથી શી પુંડરિકની સુખ દશા ! ૫ કામદેવ શ્રાવક : સિંહ વગેરેના અનેક ભયંકર રૂપ કર્યા. તે પણ કાર્યોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણું નહીં. એમ રાત્રિના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પિતાની ધારણામાં ફાવ્યું નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તે મેરુના શિખરની પરે તે અડોલ રહ્યો દીઠે. કામદેવની અદ્દભુત નિશ્ચલતા જાણે તેને વિનયભાવથી પ્રણામ કરી દેષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયે. કામદેવ શ્રાવકની ધર્મદઢતા આપણને શે બેધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્વવિચાર એ લેવાને છે કે નિગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરીને દઢ રહેવું. કાર્યોત્સર્ગ ઈત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દઢતાથી નિર્દોષ કરવા. ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દેષયુક્ત થાય છે. પાઈને માટે ધમ શાખ કાઢનારા ધર્મમાં દઢતા ક્યાંથી રાખે? અને રાખે તે કેવી રાખે? એ વિચારતાં ખેદ થાય છે. ૬ સુદર્શન શેઠ - ગમે તેમ છે પણ સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યને પ્રભાવ હાં રહેતું નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો કે શૂળી ફીટીને તેનું ઝળહળતું સોનાનું સિંહાસન થયું, અને દેવ દુભિને નાદ થયા,
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy