SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ભગવતી આરાધના” જેવાં પુસ્તકે મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના મહાત્માઓને તથા મુનિરાજેને જ ગ્ય છે. એવા ગ્રંથે તેથી ઓછી પદવી, યેગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતની થાય છે, તેઓને તેથી ઊલટો અભાવ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. પરમ શાંત રસમય “ભગવતી આરાધના જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તે બસ છે. કારણ કે આ આરા (કાળ) માં તે સહેલું સરળ છે. આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જે સન્મુખ દશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણ મુક્ત થાય. આ આરા (કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ્ય ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગો વારંવાર બને, તેથી આયુષ્યની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી, સુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તે છેક જ સાંકડો માગ, પરમ શાંત થવું તે ગ્રહણ કરે છે. તેથી જ ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિકભાવ થાય છે. ૩% શાંતિ શિક્ષાપાઠ : ૭૩. મંત્ર ભાગ ૧ અરિહંત આનંદકારી અપારી, સદા મેક્ષદાતા તથા દિવ્યકારી. વિનંતી વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે ! દુઃખહારી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. વચનામૃત વિતરાગના, પરમ શાંતરસ મૂળ,
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy