SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રજ્ઞાવખેાધનું શૈલી સ્વરૂપ દાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટુકી મર્યાદા કરી નહીં તે મહેાળા દુ:ખના ભાગી થયા છે............પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપના પિતા છે; અન્ય એકાદશવ્રતને મહાદોષ દે એવા એના સ્વભાવ છે, એ માટે થઈ ને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેના ત્યાગ કરી મર્યાદાપૂર્ણાંક વન કરવુ". આપ જો ધારતા હો કે દેવાપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી. તે તે જો પુણ્ય ન હાય તા કોઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહાર’ભ, કપટ અને માન પ્રમુખ વધારવાં તે મહા પાપના કારણ છે; પાપ નરકમાં નાંખે છે, પાપથી આત્મા, પામેલા મનુષ્યદેહ એળે ગુમાવી દે છે, એક તા જાણે પુણ્યને ખાઇ જવાં; ખાકી વળી પાપનું અધન કરવું; લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભાગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું, જેમ આપની ઇચ્છા હાય તેમ કરે. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થના અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવા એમ નિગ્ર^થ કહે છે. જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિદ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેના વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તે આ જીવના તે નથી એટલું જ નહી. પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તેા તેથી તેજ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. સવ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રાગ, જરાદિથી સ્વાત્માનેજ દુઃખરૂપ થઇ પડે છે; તે। પછી તેનાથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષેાલ પામવી જોઈએ, અને કોઈ બીજા વિચારમાં જવી જોઈ એ; એવા જ્ઞાનીપુરૂષાએ નિર્ણય કર્યો છે; તે યથાતથ્ય છે. ૐ શાંતિ
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy